ગણદેવી તાલુકાની ભાટ પ્રાથમિક શાળા ઝોન કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમ ક્રમે.

0

                

ગણદેવી તાલુકાની ભાટ પ્રાથમિક શાળા ઝોન કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમ ક્રમે.

 ગણદેવી તાલુકા દરિયા ગામની કિનારા સ્થિત ભાટ સરકારી પ્રાથમિક વિદ્યામંદિર વર્ષોથી ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં શ્રેષ્ઠ દેખાવ કરતી આવી છે. વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ગાંધીનગર GCERT દ્રારા ઘરમપુર ખાતે દક્ષિણ ઝોન કક્ષાના પ્રદર્શન યોજાયું હતું. જેમાં શાળાએ A COMPLETE DIGITAL FARMING પ્રોજેક્ટ રજુ કર્યો હતો જેમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો હતો. 

હવે શાળા જૂનાગઢ ખાતે યોજાનાર રાજ્ય કક્ષાના પ્રદર્શનમાં ભાગ લેશે. સમગ્ર પ્રોજેક્ટને આકાર આપનાર વિજ્ઞાન શિક્ષક પિયુષ ટંડેલ અને બાળવૈજ્ઞાનિક કુ.ભૂમિ ટંડેલ અને કુ.જયેષ્ઠાન ટંડેલને શાળાના આચાર્ય કલ્પેશ પટેલે અભિનંદન પાઠવ્યા હતા. 

તાલુકા પ્રાથમિક શિક્ષણધિકારી મનીષ પરમાર અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કલ્પેશ ટંડેલે શુભેચ્છાઓ પાઠવી હતી.

Post a Comment

0Comments
Post a Comment (0)