ખેરગામ ખાતે પ્રાકૃતિક ખેત પેદાશના વેચાણ બજાર શરૂ કરાયું.

0

                         


ખેરગામ ખાતે પ્રાકૃતિક ખેત પેદાશના વેચાણ બજાર શરૂ કરાયું.

પ્રાકૃતિક ખેત વેચાણ બજારથી આજે ૧૦ ખેડૂતો દ્વારા અંદાજીત ૧૧૧.૫૦ કિલો જેટલા શાકભાજી, ફળો, અનાજ, કઠોળ ની કુલ કિંમત રૂ. ૮૬૧૨ નું વેચાણ થયું હતુ. ઉપસ્થિત અગ્રણીઓએ તાજા ઝેરમુક્ત ખેત પેદાશોની ખરીદી કરી હતી ખેરગામ તાલુકાના ગ્રામજનોને પ્રાકૃતિક પધ્ધતિથી ઉત્પાદિત આરોગ્યપ્રદ ફળો, શાકભાજી અને વિવિધ ખેત પેદાશો ખાવા મળે અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પોતાને ઉપજના પોષણક્ષમ ભાવો મળી રહે અને ભવિષ્યમાં પ્રાકૃતિક ખેતપેદાશોનું બજાર ઉભું થાય એવા જનજાગૃતિના શુભ આશય સાથે તા.૩૦ના રોજથી નવસારી જિલ્લાના ખેતીવાડી, બાગાયત અને આત્મા વિભાગના સંયુક્ત પ્રયાસથી ખેરગામ તાલુકાના મુખ્ય મથક ખેરગામ- ધરમપુર રોડ, આસ્થા હોસ્પિટલની બાજુમાં, ખેરગામ ખાતે રસાયણ મુક્ત ખેતી પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક ખેત પેદાશના વેચાણ બજાર શરૂ કરવામાં આવ્યું હતું. 

ઉપર્યુક્ત બજાર પ્રાયોગિક ધોરણે અઠવાડિયાના શનિવારે સવારે ૯:૦૦ વાગ્યે થી ૧૨:૦૦ વગ્યા સુધી તેમજ સાંજે ૩:૦૦ થી ૮:૦૦ વાગ્યા સુધી ચાલુ રહેશે. ત્યારબાદ તબક્કાવાર વેચાણ વ્યવસ્થા માટે આયોજન કરવામાં આવશે. 

પ્રાકૃતિક ખેત વેચાણ બજારથી આજે ૧૦ ખેડૂતો દ્વારા અંદાજીત ૧૧૧.૫૦ કિલો જેટલા શાકભાજી, ફળો, અનાજ, કઠોળની કુલ કિંમત રૂ. ૮૬૧૨નું વેચાણ થયું હતુ. 

તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના અધ્યક્ષ સુમિત્રાબેન ગરાસિયા, તાલુકા પંચાયત અધ્યક્ષ સામાજિક ન્યાય સમિતિ પુર્વેશભાઈ ડી. ખાંડાવાલા, મહિલા મોરચાના પ્રમુખ જિજ્ઞાબેન, ખેરગામના ડેપ્યુટી સરપંચ જીગ્નેશભાઈ પટેલ, વાડ ગામના આગેવાન ચેતનભાઈ પટેલ તથા દિનેશભાઈ પટેલ, ખેરગામ પૂર્વ  સરપંચશ્રી કાર્તિકભાઈ પટેલ, બહેજ  ગામના આગેવાન અનિલભાઈ પટેલ, ખેરગામ મામલતદારશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ સાહેબ સહિત અનેક આગેવાનો અધિકારીઓએ વેચાણ બજારની મુલાકાત લીધી હતી અને તાજા ઝેર મુક્ત ખેત પેદાશોની ખરીદી પણ કરવામાં આવી હતી.

Post a Comment

0Comments
Post a Comment (0)