Dang news: વડાપ્રધાનશ્રીના જન્મ દિવસે સુન્દા ખાતે યોજાયો ‘એક પેડ માં કે નામ’ કાર્યક્રમ

0

         

Dang news: વડાપ્રધાનશ્રીના જન્મ દિવસે સુન્દા ખાતે યોજાયો ‘એક પેડ માં કે નામ’ કાર્યક્રમ

ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાઓમા કરાયુ આયોજન

(ડાંગ માહિતી બ્યૂરો) : આહવા: તા: ૧૭: વડાપ્રધાન શ્રી નરેંદ્રભાઈ મોદીના જન્મ દિવસ ઉજવણીના ભાગરૂપે, ડાંગ વન વિભાગ દ્વારા, આહવા તાલુકાના સુન્દા ગામે ‘એક પેડ, માં કે નામ’ કાર્યક્રમ આયોજિત કરાયો હતો. 

ડાંગ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીમતિ નિર્મળાબેન ગાઈન સહિત પ્રદેશ આદિજાતિ મોરચાના મંત્રી શ્રી સુભાસભાઈ ગાઇન, જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલ, નાયબ વન સંરક્ષકો સર્વશ્રી રવિ પ્રસાદ, અને દિનેશ રબારી, મદદનીશ વન સંરક્ષક શ્રી કેયુર પટેલ, પરિક્ષેત્ર વન અધિકારીઓ સર્વશ્રી વિનય પવાર અને અમીત આનંદ, ક્ષેત્રિય વનકર્મીઓ તેમજ સ્થાનિક આગેવાનો સર્વશ્રી સુકરભાઈ ચૌધરી, ઘોઘલી ગ્રામ પંચાયતના ઉપ સરપંચ શ્રી દિનેશભાઇ ભોયે, સભ્ય શ્રી મહેન્દ્રભાઈ ધૂમ, સુદાં વન સમિતિના પ્રમુખ શ્રી ગોપાળભાઈ ભોયે, સોનિરાવભાઈ મહાકાળ, મંત્રી શ્રી આનંદભાઈ ગાવિત, શ્રી રવિન્દ્રભાઈ પવાર, જાગલે શ્રી સોન્યાભાઈ ગાવિત વિગેરેની ઉપસ્થિતિમા, સુન્દા સ્થિત વન વિભાગના વિશ્રામ ગૃહના પ્રાંગણમા યોજાયેલા કાર્યક્રમમા, ધરતી માં ને નામ વૃક્ષ વાવેતર કરતા, આ મહાનુભાવોએ વન સંર્વધન અને વન સંરક્ષણની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. 

નાયબ વન સંરક્ષકો  સર્વશ્રી રવિ પ્રસાદ અને  દિનેશ રબારીના જણાવ્યાનુસાર, સુન્દા ખાતે આજના દિવસની ઉજવણીના ભાગરૂપે અંદાજિત એક હેક્ટર જેટલા વિસ્તારમા, એક હજાર જેટલા વૃક્ષોનુ વાવેતર કરવામા આવ્યું છે. સુન્દા ઉપરાંત વઘઇ તાલુકાના ભેંસકાતરી ગામે, અને સુબીર તાલુકાના લવચાલી ગામે પણ ‘એક પેડ, માં કે નામ’ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. 








Post a Comment

0Comments
Post a Comment (0)