વિદાય સન્માન સમારોહ: ખેરગામ તાલુકા મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રી અશ્વિનભાઈ પટેલની પ્રમોશન સાથે બદલી થતાં વિદાય સન્માન સમારોહ યોજાયો.

0 minute read
0

 વિદાય સન્માન સમારોહ: ખેરગામ તાલુકા મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રી અશ્વિનભાઈ પટેલની પ્રમોશન સાથે બદલી થતાં વિદાય સન્માન સમારોહ યોજાયો.

તારીખ: 01-10-2024નાં દિને તાલુકા પંચાયત કચેરીના સભાખંડ ખાતે ખેરગામ તાલુકાના માનનીય મદદનીશ તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રી અશ્વિનભાઈ પટેલની પ્રમોશન સાથે  બદલી  થતાં વિદાય સન્માન સમારોહ યોજાયો હતો.

સરળ, વિનમ્ર અને મૃદુભાષી સ્વભાવ ધરાવતા અશ્વિનભાઈ પટેલ સાહેબે તાલુકાના તમામ કર્મચારીઓના દિલ જીતી લીધા હતા. જેમની  ચીખલી તાલુકા પંચાયત બદલી  ખાતે પ્રમોશન સાથે બદલી થતાં સૌ ભાવુક થયા હતા.  

જેમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ સહિત તાલુકા પંચાયતના હોદ્દેદારો, અધિકારીઓ, કર્મચારીઓ અને તાલુકાના સરપંચશ્રીઓ ઉપસ્થિત રહી પ્રમોશન માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

Post a Comment

0Comments
Post a Comment (0)